કોને કોની જરૂર છે,
કોને કોની જરુર નથી...
વિચારું છું તો મારા જીવન ઘડતરમાં જેઓનું પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રદાન રહયું છે તેઓની યાદ તાજી થાય છે. જેને જરૂરિયાત સમજીયે તે કદાચ કોઈની આકાંક્ષા, અપેક્ષા અથવા તો સ્વપ્નું રહ્યા હશે જેને પરિપૂર્ણ કરવામાં મારો ક્ષણિક હિસ્સો પણ રહ્યો હશે તો મારું જીવન સાર્થક લેખાશે. જીવનની આ અવિરત ગતિ છે. અન્યની સરખામણીમાં કદાચ સૌથી જરૂરિયાતમંદ હુંજ છું. મારે જરુર છે મારા સ્વજન, મિત્રો, વડીલોના સ્નેહની, તેઓની હૂંફની, તેઓના સહકારની, આશીર્વાદની.

મારા જીવન ઘડતરમાં વૃક્ષ, વેલા, નદી નાળા, પર્વત, કલરવ કરતાં પક્ષીઓ, અન્ય જીવ જંતુઓનું પણ મહત્વ રહયું છે. તેઓને મારી શું જરૂર હોઇ શકે? પણ હું હંમેશા તેઓનો જરૂરતમંદ રહીશ...

ધન્યવાદ !!!



#જરૂરિયાતમંદ

Gujarati Blog by Firdos Bamji : 111454884
Nish 4 years ago

Vaah khub saras..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now