ગઇકાલ સુધી હતી *ખુમારી*, પણ
ઘૂંટણીએ પડીને હવે *સ્વિકારી* !

હારી ગયો છે આ માનવ, અને
હા, હાર પણ કેવી *કરારી* ?

સમજાતી નથી કુદરત તારી *કારીગરી*,
ઘરમાં *બેકારી* અને બહાર *મહામારી* !

કૉરોના ચેઇન તોડવા કર્યું લૉકડાઉન *જારી*,
ના તૂટ્યું, વેચાઈ સોનાની ચેઇન *મારી* !

હજી લાગે છે વધવાની છે *હાડમારી*,
થાકી જશે જોજો ને સરકાર પણ *બિચારી* !

*યદા યદા હી ધર્મસ્ય* ભૂલી ગયા મોરારી ?
હવે તો લઈ આવો *વેક્સીન* ગોવર્ધનધારી !

કહો તો ઘરમાં રહીએ સતત પણ ખાવું શું,
આ એક નહી અઢળક છે *મગજમારી* !

*વારે ચડજે વિઠ્ઠલા,*
*ભલે હોય ભૂલો અમારી,*
*છોરૂં તો કછોરૂં થાય, પણ*
*વ્હાલો ના થાય વેરી !!!*

Gujarati Poem by Mahesh Vegad : 111453268

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now