પ્રેમનો ગર્ભ...

અક્ષર માં અર્થ ભળે
નવજાત નવો શબ્દ મળે

શબ્દને જઈ મળે લાગણી
ઉરમાં જન્મે હૂંફની માગણી

હૂંફ છલકાવે મારા મનની છાબડી
પ્રેમના ઉમળકાએ પીઠ મારી થાબડી

ઉમળકાથી મન જાણે પવિત્ર દર્ભ
સાંભળે છે! મને તો પ્રેમ નો રહ્યો ગર્ભ

પ્રેમના ગર્ભે જન્મ્યો નિખાલસ ધબકાર
ધબકાર ને ધબકાર મળી દૂર થયો સૂનકાર

✍🏽..પંકિલ દેસાઈ

Gujarati Poem by Pankil Desai : 111453204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now