તેજી મંદી આમ જ અવિરત, ચક્રની માફક ચાલે છે,
ખોટી ચિંતા કરશો નહી, બાકી ભગવાન હવાલે છે.

ઘટના બનતી હો કે ના બનતી હો,બેફામ ચગાવી,
અફવાના શહેરોમાં અખબાર ઘણાં ફૂલે-ફાલે છે.

પગ તારા ચાલે, તો મરજી પણ કાયમ તારી ચાલે,
ઈચ્છાઓ મારીને શાને નાચે એના તાલે છે?

એ સરકારી કાગળ ઉપર શતરંજ બિછાવે મોટી,
મોટા-ખોટા પેકેજ ધરી ચાલ અનોખી ચાલે છે.

સાચું જાણી લે જનતા, સરકારોને ચિંતા શેની?
એક તમાચો તારા, એક તમાચો મારા ગાલે છે.

...પ્રશાંત સોમાણી

Gujarati Poem by પ્રશાંત સોમાણી : 111453170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now