#માળો
મે મારી નજારે જોયું છે ભર બપોરે અમારા ઘરના રસોડાના માળીયા માં રોજ કબૂતર આવ- જા કરે એટલે આપડે તો પાછા માંણસ જાત એટલે બારી તરત બંધ કરી દૈયે. પાછા ચોક્ખા એટલા કે ઘર ગંદુ થાય એ એ આપણને ન પરવડે એટલે મેં બારી બંધ કરી પણ કબૂતર તો આઘુ પાછું થાય આમ્ તેમ ઘુઘવાયા કરે અને જેવી હું સવારે બારી ખોલું કે જાણે, રાહ જોઇનેજ બેઠું હોય હવા કરતા પણ તિવ્ર ઝડપે અંદર પ્રવેશે પછી મને ખબર પડી કે એમાં એણે માળો બનાવ્યો છે અને એમાં ઇંડા પણ મૂક્યા છે. દરરોજ જ્યારે બપોરે બારી ખુલ્લી રેહતી હસે ત્યારે એણે પોતાનું રહેઠાણ બનાવી નાખ્યું હસે. અને હવે હું તો તમામ પ્રયત્ન માં લાગી ગઇ , કે આ માળા ને કેમ કરી કાઢું. ઘર ગંદુ કરે, વાંસ આવે, સૂગ ચઢે, એ પાછું પોસાય નહિ! પણ પછી અમે એ નિર્ણય કર્યો કે એના માળા ને અને ઇંડા ને સુરક્ષિત જગ્યાએ મુકવા જોઈએ અને અમે અમારા ઘર ની બાલકની મા ઝૂલા જેવું બનાવી ઉપર મૂકી દીધો પણ એને ક્યા ખબર હતી કે મારું ઘર શિફ્ટ થઇ ગયું છે. એ તો શોધવા માટે આમ્ તેમ ફાફા મારે અમે પણ કેમ સમજાવીયે. અંતે મહા મહેનત એ અમે સફળ થયા એને એનો માળો જડી ગયો.પછી થોડા દિવસ માં સવારે જોયું તો નાના બચ્ચા!! અને કબૂતર તો જાણે એની આસ્ પાસ ગોળ ગોળ ફરે એની ખુશી નો કોઈ પાર ન હતો. એટલા સુંદર અને કોમળ બચ્ચા જોઇને મારી આંખ માં આસુ આવી ગયા.ચકલી હોત તો ચિં...ચિં .... ચીચીયારી કરીને ખુશી વ્યક્ત કરત પણ આતો કબૂતર બીચારુ ભોળું પક્ષી!! . અંતે બચ્ચા ઉડતા શીખી ગયા અને ઊડી ગયા. પણ પછી અમારો માળો ખાલી થઇ ગયો. રોજ એને જોવાના, કે કેટલા મોટા થયા ક્યારે ઉડતા શીખશે. જાણે એના ગયા પછી અમે નવરા પડી ગયા.

માળો એ પ્રેમ તણો,
માળો એ મમતા ભર્યો,
માળો એ લાગણી ભર્યો,
છેવટે ખાલી થઇ ગયો .

એટલે જ માળો પંખી હોય કે માંણસ નો હોય ખૂબ મહેનત થી બનાવેલ હોય છે. એને વિખશો નહિ.

Gujarati Story by Sejal Raval : 111453020
Ravina 4 years ago

બહુ સરસ વર્ણન...

Nish 4 years ago

ખૂબ સરસ..

મહાદેવ કી લાડલી 4 years ago

super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now