ધોધમાર વરસતાં વરસાદને લીધે લગભગ બધા લોકો પોતપોતાના ઘરમાં(માળામાં) ભરાઈ ગયા હતા. ત્યારે એક ગરીબનાં ઘરમાં પતિના ઉદાસ ચહેરા સામે જોઈને પત્નીએ પૂછ્યું "શી વાતની ચિંતા કરો છો? આપણું ખોયળુ નાનું છે એની?" 

પતિએ કહ્યું "ના, આપડે તો માથું ઢાંકવા માટે આ નાનું તો નાનું ખોયળુ છે, પણ જેને છાપરું પણ નથી એ લોકો આ વરસતા વરસાદમાં શું કરતા હશે?" 

જવાબ સાંભળીને પત્નીને પતિના માનવતાથી ભરેલા દિલનો સાચો પરિચય થયો.

#માળો

Gujarati Microfiction by Sagar : 111452672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now