હજુ કયાં સુધી આમ જ ચાલતો રહેશે આ માનવી,
શું હજુ પણ તે કુદરત ની ચેતવણી સમજી નથી શકયો?
બધાં સાથે સમાન ભાવ અપનાવી ને નહીં જીવી શકે શું?
પ્રાણીઓ, પક્ષીઓ ,અનેક જીવો નો પણ સમાવેશ છે,
કુદરત ના વિશાળ પરિવાર માં અને તેના ભવ્ય શાસન માં ,
જે પોષતું તે મારતું તે કહેવત સમજી નથી આ માનવી એ,
શું મળશે અને શું જોવી શકશે આમ જ બેફિકર રહેવાથી,
લાચાર સ્થિતિમાં આવી રહ્યો છે આમ ને આમ જ,
અબોલ જીવો કેવા આરામ થી જીવી રહ્યા છે હવે,
કુદરત ની દરેક અમાનવીય રચનાઓ તેમના બદલી,
રહી છે રંગ - રુપ , તેમને મળી ગયું છે તેમનું અસલ જીવન,
હવે તો આપણે જીવતા શીખી લઈએ કુદરત સાથે તાલ અને લય મિલાવી ને,કશું પણ ખોટું અને વિચિત્ર અપનાવ્યા,
વગર , સાદું અને વ્યવસ્થિત કુદરતી જીવન ....

Gujarati Poem by Hiren. B. Brahmbhatt : 111452152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now