સમાજમાંથી જેમ જેમ જૂના દુષણો આપમેળે કે કોઈ કારણથી નાશ પામતા જાય એમ નવા નવા દુષણ આવતા જાય છે.

નવી પેઢીએ દરેક દુષણ સામે ખુલ્લો બળવો કરવો જ પડશે નહિતર આ પેઢી સામાજિક દુષણોનો બોજ સહન નહિ કરી શકે.

જ્યારે જ્યારે તમે જુના, સડેલા અને બંધિયાર રિવાજો, પ્રથાઓ કે રૂઢીઓનો વિરોધ કરો ત્યારે અમુક માનસિક બિમાર તેમજ સંસ્કૃતિ કે પરંપરાના ઠેકેદારો તમને નાસ્તિક, ધર્મ વિરોધી, રિવાજ વિરોધી, સંસ્કૃતિ વિરોધી જાહેર કરવા નવરા જ બેઠા હોય...આવા ફાલતુ ઠેકેદારોની ચિંતા કરવી નહીં.

હમણાં હમણાં એક નવુ દુષણ સમાજમાં આકાર લઈ રહ્યું છે એ છે લગ્ન વિચ્છેદ વખતે છોકરીવાળા તરફથી મોટી રકમની માંગણી કરવી અને જો રકમ ન આપવામાં આવે તો કેસ કરવા વગેરે.

પહેલા કરતા આજની કુટુંબ વ્યવસ્થા ઘણી ઉદાર અને બ્રોડ બની છે, પહેલાના જમાનામાં સાસુ, નણંદ, જેઠાણી કે દેરાણી વગેરે વચ્ચે જે અહંકારની લડાઈ થતી એ હવે સાવ નહિવત થઈ ગઈ છે. (અપવાદ ક્ષમ્ય) આજની સાસુઓની હવે વધુ સામે વધારે પડતી માથાકૂટ ચાલતી નથી. એટલે લગ્ન છુટા થવાનું મુખ્ય કારણ પતિપત્ની વચ્ચે અણબનાવ અથવા મિલકતના ઝઘડાઓ અથવા બંનેના મા-બાપના ઝઘડાઓના કારણે છુટાછેડા થાય છે.

આજકાલના છુટાછેડા વખતે બંને પક્ષને સાચી સલાહ આપવાવાળા ઓછા અને ઉશ્કેરવાવાળા વધારે હોય છે. છોકરીવાળા કે છોકરાવાળાઓ નાના બાળકોનું વિચારવાના બદલે કોર્ટ/પોલીસ/વકીલ/વચેટીયાઓની વાતોમાં આવીને એકબીજાને બતાવી દેવાની ફિરાકમાં બાળકોનું ભવિષ્ય બરબાદ કરતા જણાઈ રહ્યા છે.

સરકારી કર્મચારીઓ તેમજ સમાજમાં પ્રતિષ્ઠિત પરિવારોની મજબૂરીનો આવા છૂટાછેડાના કિસ્સામાં પૂરતો લાભ ઉઠાવવામાં આવે છે.

ટૂંકમાં છુટાછેડાના નામે જે પૈસાની માંગણી અને કેસ/કબાડા થાય છે તેના બદલે સંબંધ પૂરો કરતી વખતે થોડોક સામાજિક સંવાદ, થોડીક સમજણ અને બંને પક્ષે બદલો લેવાની ભાવના છોડીને છુટા પડે તો બાળકોનું ભવિષ્ય જળવાઈ રહે.

દરેક કુરિવાજ ચાલુ થાય ત્યારે જ વિરોધ ચાલુ ન કરવામાં આવે તો લાંબા ગાળે એ રિવાજ બની જાય છે.

દરેક કુરિવાજ, કુપ્રથા, પરંપરા, રૂઢી, અંધશ્રદ્ધાનો જોરદાર વિરોધ કરો, નહિતર ભોગવવા અને હેરાન થવા તૈયાર રહો..


Anand kerai
9106836172

Gujarati Book-Review by Kerai Anand : 111451904

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now