#તોફાની

અંશુલ ખૂબ તોફાની હતો. ઉંમર માત્ર દસ વર્ષ પણ જ્યાં જાય તે જગ્યા માથે લેતો. અંશુલના તોફાનોની અસર તેના ભણવા પર પણ પડતી હતી. અંશુલની મમ્મી અવની અંશુલની ફરિયાદો સાંભળીને કંટાળી ગઈ હતી. અંશુલ તોફાનીની સાથે સાથે ખૂબ લાગણીશીલ પણ હતો. તેને ગરીબ લોકોની ખૂબ દયા આવતી. અવનીએ અંશુલ ની દુ:ખતી નસ પકડી. એક દિવસ અવની અંશુલ ને ગરીબોની ઝૂંપડપટ્ટીમાં લઇ ગઈ. અને કહ્યું કે જો તું નહી ભણે તો મોટો માણસ કઈ રીતે બની શકીશ? અને તું મોટો માણસ નહી બને તો આ લોકોને કઈ રીતે મદદ કરી શકીશ? એટલે હવે તોફાન બંધ કર અને ભણવામાં ધ્યાન આપ. અંશુલના મોં ના હાવભાવ જોતા અવનીને લાગ્યું કે પોતાનો દાવ કારગર નીવડ્યો છે. પણ અંશુલ જેનું નામ. તહેવારોના દિવસો નજીક આવતા હતા. એ થેલો ભરીને નવા કપડાં ગરીબોના બાળકોને આપી આયો. અને પાછો આવીને અવની ને કહે કે કોઈને મદદ કરવી જ હોય તો મોટા માણસ બનવાની શી જરૂર છે ? અને પોતાની તોફાની ગેંગ સાથે સાઇકલ ચલાવવા ભાગી ગયો. અવની બસ જોઈ જ રહી.

Gujarati Story by Vihad Raval : 111451667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now