'તોફાની' શબ્દ લેતાની સાથે જ
' કાન્હા' મને તારી યાદ આવે છે
નટખટ નંદ ના લાલ
મને તારી અપાર લીલાઓ યાદ આવે છે.

'તોફાની' શબ્દ લેતા ની સાથે જ
મને 'સાગર' યાદ આવે છે
ખડખડ વહેતી નદીઓને
પોતાના હૃદયમાં સ્થાન આપે છે

' તોફાની' શબ્દની સાથે જ
મને 'વાયરા'ની યાદ આવે છે
જે લહેરોની સાથે ક્યારેક
વંટોળ પણ લાવે છે

' તોફાની'શબ્દની સાથે જ
મને 'બાળપણ' યાદઆવે છે
મા ના ખોળા માં રમનાર બાળક
ક્યારેક તોફાની બની મા ને પણ સતાવે છે

' તોફાની 'શબ્દની સાથે જ મને
વરસાદની યાદ આવે છે
તરસી રહેલી આ ધરતીની પ્યાસ બુજાવનાર
ક્યારેક બાઢ પણ લાવે છે.

- આરઝુ

Gujarati Poem by AARZU KATHIRIYA : 111451634

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now