પોતાને #શક્તિશાળી સમજતો હતો ને હવે
સતત સંઘર્ષ કરી રહ્યો છે માણસ

ક્યાંક કોરોના તો ક્યાંક છે તુફાન
નવી નવી આફતો સહી રહ્યો છે માણસ

ક્યાંક છે ઠંડી તો ક્યાંક ગરમી અપાર
ગ્લોબલ વૉર્મિંગ માં ફસાઇ રહ્યો છે માણસ

ન રાખ્યું ધ્યાન કુદરત નું એણે
એના કર્યા એજ ભોગવી રહ્યો છે માણસ

મંગળ પર વસવાટ નું વિચારતો તો
હવે પૃથ્વી પર અસ્તિત્વ ટકાવવા મથી રહ્યો છે માણસ

હજુ સમય છે ચેતી જા હવે
પછી પસ્તાવા નો પણ સમય નહીં મળે તને ઓ માણસ

.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#શકિતશાળી

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111451146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now