ગઇકાલ ની અધૂરી વાત સાંભળવા બીજા દિવસે સેતુ તેનાં કલાસમાં રીશેષની રાહ જોતી અધીરાઈથી બેઠી છે. રીશેષ પડતાંજ તે દોડીને સ્કૂલના પાછળના ગેટ પર જાય છે. પરંતું ત્યાં પહોચતાજ તે વધારે વ્યાકુળ અને પરેશાન થઈ ગઇ, કેમકે ત્યાં માજી દેખાતા ન હતા. સેતુ એ લારી વાળાને પણ પુછી જોયું.થાકીને તેણે પોતાની ફ્રેન્ડ પાસે આવી અને પોતાનુ લંચ બોક્સ ખોલ્યું પરંતું કેમે કરીને આજે તેને પોતાના હાથમા રહેલ નાસ્તો મોઢામાં મુકવાનું મન થતુ ન હતુ. તેની આંખો સામે ગઇકાલે પૂરણપોળી પર પડતાં માજીનાં આંસુ વાળું દૃશ્ય જવાનું નામ લેતું ન હતુ.રીશેષ પુરી થતા સેતુ લંચ બોક્સ બંધ કરી પોતાના ક્લાસમાં તો ગઇ પરંતું એનું મન ક્લાસમાં ના લાગતા તે મનમાં જ નક્કી કરી લે છે કે આજે સ્કૂલ છુટ્યા પછી સ્કૂલ ની પાછળનાં રોડ પર માજીની તપાસ કરી પુરી વાત જાણી નેજ ઘરે જઈશ.
Shailesh Joshi લિખિત વાર્તા "સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885293/setu-1

ભાગ 2 આવતીકાલે

Gujarati Thought by Shailesh Joshi : 111450687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now