*61 દિવસ થયા ઘરમાં બંધ કર્યાને*.
*હજુ કેટલા દિવસ લાગશે પાટા પર લાવતા અમારી દિનચર્યા ને*?

*ઢીલું ઢાલું lockdown હવે કંટાળો અપાવે છે*.
*હાથ ધોઈ ધોઈને નાની યાદ આવે છે*.

*કોથમીરના નાનકડા પાંદડામાંય કોરોનાના વિષાણુ હોવાનો ભાસ થાય છે*.😢
*હાથેથીજ ચટણી બની જાય એટલી મસળિયે પછીજ હાશ થાય છે*.😜

*You Tubeની બધીય Link ગોખાઈ ગઈ છે*.
*પહેલા ક્યારેય ન બનેલી વાનગીઓ બનીને ખવાઈ ગઈ છે*.

*મેંદો તો વિક્રમી ધોરણે બધાના kitchenમાં વપરાયો*..😂
*ENO પીવામાં ઓછો...વાનગીમાં વધુ પધરાયો*.😜

*Oreo Biscuit કેટલી સ્વાહા થઈ Cake Makingમાં*.
*PHD થયા અમે You Tube Baking માં*.

*આત્મનિર્ભરતાની શરૂઆત અમે આવી રીતે કરી*.
*બનાવી પાવ ઘરે.. સાથે ભાજી એમને ધરી*..😍

*સાસુએ એમના દીકરા પાસે 55 વરસમાં કામ નહોતું કરાવ્યું*..😜
*એટલુ કામતો એના ભાગે 55 દિવસમાં આવ્યું*..😂

*કામવાળી વગર કામ તો અમે પણ ખૂબ કર્યું..પણ તોય વજનકાંટો તો જીદ પરજ ચડ્યો છે*. 😂
*પીછેહઠ કરવા એણે ચોખ્ખો નનૈયો ભણ્યો છે*.

*Work from Homeની સાથે Work At Home પણ અપનાવવું પડે છે*.
*નબળી પડી રહેલી Economy પણ આખરેતો અમને જ નડે છે*.

*ઘરમાં પુરાઈને પણ Coronaનો Graph તો વધતોજ દેખાય છે*.
*માટેજ અર્ચનાની રચના દ્વારા તમને અરજ કરાય છે*.😢

*કાં તો જડબેસલાક Lockdown પળાવો* *કાં તો છોડી દો બધાને એના હાલ પર*
*Red zoneમાં લાવવાવાળા Green લોકોને લીધે orange (ભગવા)બદનામ થાય છે*.

Gujarati Blog by Sangita Behal : 111445835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now