હુમલા: જ્યારે અસામાન્ય સંજોગો હોય જેમકે અત્યારે કોવિડ19નું આક્રમણ છે ત્યારે હુમલા વધી જતાં હોય છે. હુમલાની ઘટના નવીન નથી, બહુ જૂનું વિજ્ઞાન છે. જ્યારે અવિશ્વાસ ઉદભવે ત્યારે એક સમૂહ બીજા સમૂહ કે વ્યક્તિઓ ઉપર હુમલો કરે છે. એક દેશ પણ બીજા દેશ ઉપર હુમલો કરી શકે છે. હુમલો કરવાની ઘણી રીતો હોય છે. બોમ્બથી, મિસાઈલથી, તલવારથી, પથ્થરથી, એસિડથી, ધોકા, ડંડા, વેલણ, શબ્દોથી( જેમકે ગોલી મારો....દેશકે...) .

અત્યારે પોલીસ, ડોકટર, નર્સ, અને અન્ય મેડિકલ સ્ટાફ ઉપર હુમલા થાય છે, કારણ સિમ્પલ છે કે અમુક વર્તન કરવા કે અમુક સુચનાઓનું પાલન કરવા વહીવટીતંત્ર આગ્રહ રાખતી હોય છે અને પ્રજા તેમ કરવા ટેવાયેલા ન હોય એટલે ઘર્ષણ થાય, વિવાદ થાય એટલે આપસમાં ટકરાવ થાય. ક્યારેક પોલીસ નિર્દોષ મજૂર પર ડંડો લઈ હુમલો કરે તો ક્યારેક પબ્લિક પથ્થરો લઈ પોલીસની પાછળ દોડે. આવા કેસ હવે વધશે. ક્યારેક બુટલેગરો પોલીસ પર હુમલો કરે છે. તેમણે ધ્યાન રાખવું પડે. પૂરતો સ્ટાફ લઈને જવાય.

હાલમાં મેડિકલ સ્ટાફ અને નર્સ ડોક્ટર વગેરે ક્યાંય પણ જાય પોલીસનું પ્રોટેક્શન લઈને જવું. સમય બહુ ખરાબ છે. 

જ્યારે નોટબંધી હતી ત્યારે બેંકના કર્મચારીઓ અને પોલીસ ઉપર હુમલા થતા, પબ્લિક પણ ખૂબ માર ખાતી. 

જ્યારે ભડકાઉ ભાષણો થતા હોય પછી વાતાવરણમાં ગરમી આવે છે અને હુમલા ચાલુ થાય છે જેમકે દિલ્હીમાં થયા હતા. આથી સાબિત થાય છે કે હુમલા માનવસર્જિત છે. હમણાં સુરતમાં મજૂરોએ નિર્દોષ રેકડીઓ સળગાવી કેમકે તેમને ઘરે જવું હતું, અહીં ભૂખે મરતા હતા.  ટોળું ભેગું થાય એટલે હુમલા ચાલુ , આ સાદી ફોર્મ્યુલા. 

એટલે ઘરે રહો તો કોરોના તમારા ઉપર હુમલો નહિ કરે.. નહિતર કોરોના તો ઠીક પોલીસ પણ તમારા ઉપર તૂટી પડશે, શુ કામ ? એ કારણો જાહેર કરવા હિતાવહ નથી.

અમેરિકાએ જાપાન ઉપર હુમલો કરી બૉમ્બ નાખ્યા હતા અને જાપાનના બે મોટા શહેરો ખલાસ થઈ ગયા હતા.

અલાઈડ ફોર્સસ દ્વારા જર્મની ઉપર હુમલો કર્યો અને વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યું.

ક્યાંય પણ રાતે એકલા મુસાફરી ન કરવી, ટોળું હુમલો કરી જીવ પણ લઈ લે. 

Gujarati Motivational by પ્રદીપકુમાર રાઓલ : 111445744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now