મેડે મેડે મેડે પાકિસ્તાન ૮૩૦૩...

ગઇકાલે પાકિસ્તાની એરલાઇન્સ નું એક વિમાન લેન્ડિંગ પહેલા જ તૂટી પડ્યું હતું. વિમાન તૂટી પડે એ પહેલા પાઇલટે એર ટ્રાફિક કન્ટ્રોલર સાથે વાત કરી હતી અને તેના અંતિમ શબ્દો હતા #મેડે , #મેડે , #મેડે . ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હતો. આ સમાચાર તો તમે સાંભળ્યાં જ હશેને?

તમે જે નથી જાણતા (કદાચ) તેવા એક શબ્દપ્રયોગ #મેડે જે મારા માટે પણ નવો છે અને મને જિજ્ઞાસા થઈ એના વિશે જાણવાની. મને જે જાણવા મળ્યું તે અહી સંક્ષિપ્તમાં બાઈટ સ્વરૂપે લખી રહ્યો છું.

#મેડે (Mayday) એવા ઘણાંય procedure words /prowords માનો એક રૂઢિપ્રયોગ છે જેનો ઉપયોગ Aviators અને Mariners કટોકટીના સમયે જાનનું જોખમ હોય ત્યારે Radio Telephone Communication દ્વારા કરતા હોય છે.

#મેડે (Mayday) શબ્દની શોધ સન ૧૯૨૧ માં લંડનનાં રેડિયો ઓફિસર સ્ટેન્લી મોકફોડ એ કરી હતી. તે સમયે એક એવા શબ્દની જરૂર હતી જેનાથી પાઇલટ અને ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચે જીવના જોખમની કટોકટી આવી પડી છે અને મદદની જરૂર છે તેવો સંદેશો સ્પષ્ટ તેમજ સંક્ષિપ્તમાં પહોંચે. આખરે તેણે એક ફ્રેન્ચ શબ્દ m'aider જેનો અર્થ થાય છે help me પરથી #Mayday (મેડે) શબ્દ શોધી કાઢ્યો. #મેડે (Mayday) પહેલા SOS ઉપયોગમાં લેવાતો હતો.

#મેડે શબ્દને પાઈલટ #મેડે , #મેડે , #મેડે એમ ત્રણ વાર એટલા માટે ઉચ્ચારે છે કે જેથી કટોકટીનો સંદેશ ઘોંઘાટિયા વાતાવરણમાં પણ સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં ગ્રાઉન્ડ સ્ટાફને પહોંચે.

#મેડે (Mayday) શબ્દને આપણાં May Day સાથે કંઈ લાગતું વળગતું નથી.

#શીખો
#મેડે (Mayday)

Gujarati News by Mastermind : 111445434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now