જીવન ની પ્રત્યેક વ્યક્તિ પાસે થી જીવતા શીખી છુ
દાદા ની ચરણ રજ ની એક્ કણ જેટલું એમનો
વારશો રાખતા શીખી છુ, એમના મળેલા સંસ્કાર થી
જીવન જીવતા શીખી છુ,

વર્ષો થી ચાલી આવતી પરંપરા, રૂઢિ અને
રીત- રીવાજ ના સંસ્કાર દાદી પાસેથી શીખી છુ

જવાબદારી, વિશ્વાસ, દ્રઢ નિર્ણય , દુનિયા દ્રષ્ટિ ને
સખત પરિશ્રમ ના સંસ્કાર પિતાજી પાસે થી શીખી છુ

કરુણા, પ્રેમ, મમતા ને સ્નેહ ની ભાવના થી ઘરના બધા સભ્યો અને સંબંધીઓ ને સાચવી લેતા માં પાસે થી શીખી છુ
સાચી ને સારી સમજદારી, વ્યાવહારિક જ્ઞાન, વિદ્યા જ્ઞાન
અને કેટલીય પ્રવ્રુતિ દ્વારા જીવન ને કલાત્મક બનાવતા
બહેનો એે શીખવ્યું

નીડરતા, ડિસિપ્લિન,સ્વમાની પણું ને દુનિયા દારી
ને ગમ્મત સાથે જીવન જીવતા ભાઈ એ શીખવ્યું

અલમસ્ત આનંદ અને બેફિકર કલોલ કરતા
બાળપણ માં સહેલી ઓ સાથે રમેલા ઘર ઘર ની રમતે
મોટા થઈને ઘર સંભાળતા શીખવી દીધું

વિદ્યા ગુરુ પાસે થી દરેક વિષય શીખ્યા ને કારકિર્દી બનાવી પગભર બની દુનિયા માં પોતાની ઓળખ ઊભી કરી

ધર્મ, ભક્તિ , આધ્યાત્મિક જ્ઞાન ને વૈરાગ્ય ની પરિભાષા,
પરસ્પર સંપ,સમભાવ ને એક્તા થી જીવન
જીવતા ગુરુ એ શીખવ્યું

પ્રત્યેક ક્ષણ જીવતા શીખ્યું છે ને બની
હું આજે" પૂર્વી "ને છતા "અધૂરી".

ક્યુકિ યે ટો સિર્ફ ટ્રેઇલર થાં પિક્ચર ત અભી બાકી હૈ
મેરે દોસ્ત, 😊😊 સમય અને ઈશ્વર ...... સમજાયુ????





#શીખો

Gujarati Microfiction by Purvi : 111444789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now