શું ફેર પડશે...

આ દરિયાના મોજાઓથી....
છો... જિદ્દી છે તો છે...!!!

તું પણ એનાથી વધારે જિદ્દી છે...હું જાણું છું...
તને પણ સારી રીતે ખબર છે...

મારી જીદ ને ગુસ્સો
છતાં તારી સામે મને હારવું બહુ ગમે છે,

હદ તો ત્યારે થઈ ગઈ...
દરિયા કિનારાની ભીની રેત પર

મારું નામ લખવાની જીદ..યાદ છે તને ...!!!!
કેટલી બધી વાર તે મારું નામ લખ્યું હતું

ને દરેક વખતે તોફાની મોજાં
મારા નામ ને ભૂસી નાખતા હતા...

છતાં તે તારી જીદ નો'તી છોડી...
છેલ્લે કંટાળીને મેં મારી હથેળી ધરી હતી...
યાદ છે તને...!!!!

પછી તે મારું નામ લખ્યું હતું...
ઊછળતા મોજાંને ઉચાં હાથ કરી.... ..

મારી હથેળી બતાવી હતી
ત્યારે તને મેં કહ્યું હતું કે જો

હારી ગયો દરિયો તારી સામે...
ત્યારે તારા ચહેરા પરનુ સ્મિત ને...

મારી હથેળી પર તારા હાથે લખેલું મારું નામ..
બંનેને સાચવીને ખિસ્સામાં સરકાવી દીધા હતાં.

હું ભલે હારું તારી સામે પણ....
તને દરિયા સામે તો કેમ હારવા દઉં..???
બોલ ને...

Gujarati Poem by Kishan Dave : 111444099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now