જય માતાજી

મિત્રો......આજકાલ આખોદીવસ આપણી ધુરંધર ખાનગી સમાચાર ચેનલો બહુ બહોળા પ્રમાણમાં જે સમાચારો દેખાડી રહી છે જે માણસ ના મન પર વિપરીત અસર કરી રહ્યા છે.

જેમ કે કોરોના.......બસ આખોદીવસ ફલાણા ગામમાં આટલા કેસ આવ્યા ને ઢીકણા ગામમાં એટલા કેસ આવ્યા એ ચાલ્યા કરે છે અને આ ચાલુ સમાચારમાં નીચે એક પટ્ટી સતત ફરતી જ રહે છે જે અકડાકીય માહિતી ચાલુ રાખે છે, આ બધું જોઈને આપણો ભોળો માનવી ઘણો ગભરાઈ ગયો છે. અને આ જોઈને કાંઈ ન હોવા છતાં સતત ડર્યા કરે છે.....હા !! હું એમ નથી કહેવા માંગતો કે સાવચેતી ન રાખો પણ મારા ભાઈ ! થોડું ધ્યાન બીજા વિષયોમાં પણ આપો.

બીજો એક આ મુદ્દો પણ હાલમાં બહુ ચર્ચામાં છે કે જે વર્ષોથી ચર્ચામાં જ છે આપણા પાડોશી દેશોના સળીસંચર, આ એવા દેશો છે જેને વર્ષોથી હિન્દુસ્તાન સમજાવી રહ્યું છે કે હવે બસ કરો....હવે બસ કરો.....પણ તોય હજી નથી સમજ્યા.

"આપણે કાયમ કમરે લટકાવેલી તલવાર થોડીક મ્યાનમાંથી કાઢી આ પાડોશીઓ ને દેખાડીએ છીએ અને પાછી એને મ્યાન કરી દઈએ છી".

હમણાં હમણાં આ કપરા સમયમાં પણ આ આતંકવાદીઓ સખાણ નથી બેસતા અને સતત હુમલા કરીને આપણા અમૂલ્ય જવાનો ને નિશાનો બનાવીને શાહિદ કરી રહ્યા છે. જેના પર આપણી ખાનગી સમાચાર ચેનલો મીઠું મરચું છાંટી ને બહુ મોટું સ્વરૂપ આપી ખોટી ખોટી આખો દિવસ ચર્ચા કરે છે જેના લીધે ઘણા લોકોને દિમાગ કામ કરતા બંધ થઈ ગયાં છે. અને ઘણાના મનમાં તો યુદ્ધ ના બૂંગિયા ઢોલ વાગવા લાગ્યા છે. આ ચેનલો એટલું બધું દેખાડે છે જેના લીધે દુશ્મનોને કદાચ બીજા કોઈ મનોરંજનની જરૂર પડતી નહીં હોય.

મારી સમાચાર દેખાડવાની ના નથી એ તો દેખાડવા જ જોઈએ પણ આજના સમયમાં સમાચારો આપણા દિમાગમાં સીધા અસર કરે છે. માટે મહેરબાની કરીને વાત નું વતેસર નો કરવું બસ એજ.

આ પાડોશીઓ બે શિયાળ (ચીન અને પાકિસ્તાન) અને ત્રીજી ઉંદરડી (નેપાળ) જે આરામથી સુતેલા જંગલના સિંહની સળી કરે છે જેને આ ગાંડી ગીરના સાવજની ખરી તાકાત ની ખબર નથી જેને ફક્ત એક પંજાની જ જરૂર છે શીકાર માટે.......અને ખાસ ઉંદરડી ને સોનેરી સલાહ કે આ ચોર ના વાંહે ચણા નો ઉપડાય. આ શિયાળીયા તો મરશે અને તનેય મારતા જાશે......

- જીતેન ગઢવી
#Keep

Gujarati Thought by Jiten Gadhavi : 111443054

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now