જય માતાજી

હાશ!!! કાંઈક કાંઈક ખુલ્યું........

લાગે છે હવે કોરોના સાથે જીવવાની ટેવ પાડવી રહી,

કોરોનાએ માનવ જાતમાં ઘણી મૃત થઈ ગયેલી ચેતનાઓ જગાડવાનું બહુ અમૂલ્ય કાર્ય કર્યું છે, હા આ જીવલેણ તો ખરો એ ન ભૂલવું જોઈએ, આ માનવ જાતના આ મ્હાગોળાર્ધ માં આ નાની એવી બીમારી લોકોને ડરાવામાં ઘણાં અંશે સફળ રહી છે, અને હજી અટકી તો નથીજ.

કોરોના ના કારણે માણસની જીવનશૈલીમાં બદલાવ આવે તે ખુબજ જરૂરી છે, ઓછા સંસાધનોથી કેવીરીતે જીવવું અને ખરેખર આપણને શું શું સાધનોની જરુંર છે તે સમજાયું, જેમ કે બહુ નાણાં ની નહીં પરંતુ થોડા માણાં ની જરૂર છે, રાખડવાની નહીં પરંતુ એક આશ્રયની જરૂર છે, કારની નહીં પરંતુ સત્કારની જરૂર છે,
અને વિદેશાગમન ની નહીં પરંતુ ગામડા તરફ જવાની જરૂર છે, પ્રદૂષણ નહીં પણ શુદ્ધ પ્રકૃતી ની જરૂર છે,

વર્ષોથી જગતને શુદ્ધિકરણની જરૂરીયાત હતી જે આ સમયમાં થઈ રહ્યું છે, આ સાથે માણસય જો શુદ્ધ થઈ જાય તો બસ, તેને ગંગા સુધી ધકો ન થાય તો બસ, લોભ લાલચ ના ચક્રવ્યૂ માંથી નીકળી જાય તોય બસ, સનાતન ધર્મ તરફ વળી જાય તો બસ છે.

આ એવો સમયગાળો આવ્યો કે માણસ ધારે તો ફરી જન્મી શકે, બધું ભૂલી નવી શરૂઆત કરી શકે,

જગત આખાને જાણ થઈ કે જીવનમાં ફક્ત આપણો જીવ જ એકમાત્ર જરૂરી છે.

Gujarati Motivational by Jiten Gadhavi : 111440004

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now