જવું તો જવું ક્યાં! મગજમારીમાંથી,
નથી શ્વાસ છૂટતા એમ ઉધારીમાંથી.
છો ઠોકી રહ્યું ચાંચ પંખી નીકળવા,
ન ઉડી શકે આશની બારીમાંથી.
કપાયાં જે વૃક્ષો ન રડતાં કદી એ,
છતાં બુંદ ટપકે છે કેમ આરીમાંથી!
જરા સાપ માળા નજીક આજ સરક્યો,
ન આવ્યો પછી રવ એ કિકિયારીમાંથી.
"આ રોટી છે કાચી." કહીને જે ફેંકી,
ધરાઈ કીડી એની કિનારીમાંથી.
પોતાનાં જ કર્મે ફસાયું છે હરણું!
નથી છૂ..ટવા....નું...! મહામારીમાંથી.
નથી સારું મળતું ને નબળું ન ફાવ્યું,
બચી ગ્યો છું "આર્યમ્" આ બેકારીમાંથી!
"આર્યમ્"