બારીમાંથી આકાશ
બારી જેવડું જ
દેખાતું હોય છે
એ સાચું
પરંતુ એ પણ સાચું કે
બારીમાંથી હું જોતો હોઉં ત્યારે
સમગ્ર આકાશમાં
વિસ્તરી જતો હોઉં છું
અને આખ્ખું આકાશ
મારી ભીતર
ઉતરી જતું હોય છે
પછી
હું અને આકાશ
જુદાં નથી હોતાં
એક થઈ જઈએ છીએ
અને
અમારી વચ્ચે
બારી પણ હોતી નથી !!!!

Gujarati Poem by Dipak Raval : 111439553

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now