"મન ની ઉંમર"🕺💝

મારા આ ધરતી પર અવતર્યા નાં 25 વર્ષ થઈ ગયા
પણ મારી મન ની ઉંમર એનાથી ઘણી અલગ છે.

આમ તો વધારે સમય તો એ 21 વર્ષની જ હોય છે,
ને વળી ક્યારેક મન 12 વર્ષ નું બાળક એ બની જાય ને
ક્યારેક સમજદારી માં 92 વર્ષે ય પહોંચે.

મારા મન એ 12 થી 92 વર્ષ સુધી નાં સમયગાળા ની વચ્ચે અનેક આંટા ફેરા માર્યા હશે,
પણ આગળ કહ્યું તેમ એ 21 એ આવી ને સ્થિર થાય.

21 વર્ષ ની મન ની ઉંમર એટલે ઘનઘોર યુવાની,
ઉત્સાહ, #આનંદ , કાંઇક નવું કરવાં ની ઇચ્છા,
જાણવા-જોવા-માણવા ની ઇચ્છા, હકારાત્મકતા,
જોશ, સ્ફુર્તિ, તાકાત, સ્પષ્ટતા, ઝળહળતો લાવા,
ખળખળ વહેતી નદી, દરેક પરિસ્થિતિ સામે અડગ,
સાહસ, જોખમ ખેડવા નું જોમ ને બીજુ કાંઇ કેટલું બધું.

- યોગેશ બી. ઠક્કર 😊

તમારી "મન ની ઉંમર" કેટલી ??🤔🤔

#આનંદી

Gujarati Thought by Yogesh DB Thakkar : 111439076
Yogesh DB Thakkar 3 years ago

200 + views 👀👀😊😊

Yogesh DB Thakkar 4 years ago

Thank you so much to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 4 years ago

તમારા પ્રતિસાદ ...🤔🤔 તમારી " મન ની ઉંમર " કેટલી ??

Yogesh DB Thakkar 4 years ago

Need your reply "what is the age of your mind (man) ??"

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now