તો કે જે વાત જરૂર આગળ વધારશું.....


મારી અંદર રહેલું બાળપણ જો તને ગમે ને તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારી અંદર રહેલી આવડત તને શોધવી ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારી અંદર રહેલા સપના તને પૂરા કરવા ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારી નાદાની ઉપર જો તને હસવું ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારા હજારો ફોન ના દિવસ માં તને જવાબ દેવા ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારા દરેક નખરા ને પ્રેમ થી જોવું તને ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારા સજાવેલા સંસાર ની ડાળીઓ નું થળ થવું ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

જ્યારે સબંધોની કડવાશ ના ઘા લાગે ત્યારે મીઠાસ આપતું સ્મિત તને આપવું ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારી અંદર એક સ્ત્રી નું અસ્તિત્વ જો તને જાળવી રાખવું ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

Gujarati Poem by Bhumi Chauhan : 111438259

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now