_______________________________________
જેમના પાસે લાગણીનો મહેરામણ પાથર્યો,
એમને તો "માત્ર" રમવું જ હતુ.

જેમના માટે અંતઃકરણમા કમળ ઉગાડ્યા,
એમને તો "માત્ર" કર્દમ જ ઉછાળવો હતો.

જેમના માટે આ સકળ આલમ છોડ્યું,
એમને તો "માત્ર" જહાં વ્હાલો હતો.

જેમના માટે નિસર્ગની કામ્ય કાયા કાપી,
એમને તો "માત્ર" વિહંગમ બની બીજા સાથે ઉડવુ હતુ.
________________________________________
#માત્ર

Gujarati Poem by SENTA SARKAR : 111436235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now