આ તે કેવો વાયરસ છે.
આમ તો લોકોને ઘરની બહાર નહી નીકળવાનુ કહીને ડરાવે છે.
પણ એક ખુબ જ મજાની જીંદગીથી મળાવે છે.
જે બધી યાદો આપણે સમેટીને મુકી દીધી હતી ઘરના કોઈ એક ખુણામાં,એ બધી યાદો ઉપરથી ધૂળ ખંખેરી પરિવારના દરેક લોકો ને પોતાની દુનિયામા જવાની ફરીથી એક તક આપી છે.

આ લોકડાઉન આપણા એ સમયનુ છે
જે સમયમા આપણને આપણા પરિવાર માટે સમય ન હતો.
કોઈ કમાવવા માટે પોતાના લોકોથી દૂર રહેતા,કોઇ ઘરમા હોવા છતા ન હોવાનો અહેસાસ થતો.
પણ હવે દરેક જણ નાના મોટા સહુ હળીમળી સંપીને આ સમયની મજા લેઈ છે.

હા,એ ચોકકસ કહીશ કે જે લોકો આ મહામારીના સંપકૅમા છે એ દરેકને ભગવાન લડીને ઊભા થવાની શક્તિ આપે.

Gujarati Thought by yesha : 111435628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now