સામસામેની હવાઓ આજ પડકારી લીધી
ટ્રેનમાં જગ્યા કરીને બેસવા બારી લીધી

બાળકોએ વાતમાં ને વાતમાં વાળી લીધી ;
ચોપડીમાં ચિત્ર જોઈ વારતા ધારી લીધી

સૌથી નાના છોકરાને મા પટાવે એ રીતે -,
મેં જીવનની વાસ્તવિકતા એમ સ્વીકારી
લીધી

રાંધવા માટે ચકાએ ને ચકીએ ખીચડી ;
માણસોની આહમાંથી સ્હેજ ચિનગારી લીધી

આપણી દુનિયાની વાતો કોઈને કરવી નથી ;
કાફિયાનું ધ્યાન રાખી એને વિસ્તરી લીધી

અંકિત ત્રિવેદી
#સૌ . ફેસબુક

Gujarati Poem by Harshil Patel : 111433939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now