" ક્ષણિક ની ઘટના "
' પ્રેરણાત્મક '
એકાદ વર્ષ નું નાનું બાળક ચાલતા શીખતું હતું.
ચાલતા ચાલતા તે અગાસી પરથી નીચે પડવાનું હતું ,
આ જોતા જ તેની માતા તેની ચાલાવાની દિશા બદલી ને
તેને બીજી તરફ વાળે છે અને તે બીજી તરફ ચાલવા લાગે છે.
એ બાળકને ખબર નથી કે આ દિશા મારા માટે સારી છે કે ખરાબ છે , પણ તેની માતા તેને ફેરવી ને બીજી સાચી દિશા બતાવે છે.
આમ, જીવનમાં ક્યારેક દીકરા કે દીકરી છે જે દિશા તરફ દોડતાં હોય, જીવન જીવતા હોય અને તને ભાન ના રહે તો માતા પિતાએ તેને બીજી દિશા તરફ વાળી તેને સાચી રાહ બતાવવી.તે જરૂર સફળ થશે‌. તેને આગળ વધવા માટે બીજો કોઈ રસ્તો બતાવવાના બદલે તેને બેસાડી દેવું એ યોગ્ય નથી. ખાસ તો દિકરી ના જીવન માં ક્યારેય નેગેટિવ ઘટના બને તો તને આગળ વધવાની બીજી દિશા પણ બતાવવામાં આવતી નથી, તેને લગ્ન કરી તેને ઘર પરિવાર ની જવાબદારી સોંપી દેવામાં આવે છે . તેના સપનાઓ ‌પૂરા કરવાની બીજી તક આપવામાં આવતી નથી.
બોધ એ છે કે નાના બાળક ની જેમ દિશા બદલવાની છે તેને ચાલતા બંધ કરવાનું નથી.
-Rita✍🏻

Gujarati Story by RAAHI : 111433204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now