સાબિત થવું છે હવે મારે મારી જ નજર માં,
ડૂબકી લગાવવી છે મારે મારી જ અંદર માં..
રેગિસ્તાન ની માફક સૂકી પડી છે દુનિયા,
લીલીછમ જાજમ બિછાવવી છે આ બંજર માં,
યુદ્ધો લડી લડી ને બુઠ્ઠી થઇ ગઈ છે કટારી,
હવે મ્યાન લગાવવી છે આ ખંજર માં..
કોઈ તો શોધી આપો ક્યાં મળશે શુશ્રુત,
શલ્ય ક્રિયા કરાવવી છે આ ઘાયલ અંતર માં..
~અદ્વૈત

Gujarati Poem by Himanshu Patel : 111433067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now