રક્ષક

કોરોના વાઇરસ નો કાળો કેર ચાલી રહયો છે
ત્યારે આપણી રક્ષા કરી રહયાં છે રક્ષક

હું કોરોના વોરિઅર્સ ને શત શત નમન કરું છું.

શબ્દો તો આ રક્ષકની સેવા રજુ ન કરી શકે
છતાં લખું છું આ કવિતા રક્ષકની અમુલ્ય સેવા પર

હું કોરોના વોરિઅર્સ ને શત શત નમન કરું છું.

લડી રહયાં છે દિવસ રાત ડોક્ટર્સ
દર્દી ને કોરોના મુકત કરવા માટે

હું ડોક્ટર્સ ને શત શત નમન કરું છું.

હર એક દર્દી નું ધ્યાન રાખે છે નર્સ
અમુલ્ય છે એમની પણ સેવા

હું નર્સ ને શત શત નમન કરું છું.

સ્વચ્છતા છે મારી પ્રથમ ફરજ
એવા સફાઈ કામદારો નું છે અમુલ્ય યોગદાન

હું સફાઈ કામદારો ને શત શત નમન કરું છું.

પોતાના પરિવાર થી દુર રહી કરે છે રક્ષા આપણી
પોલીસ જવાનોની છે અમુલ્ય ફરજ

હું પોલીસ જવાનો ને શત શત નમન કરું છું.

લખી છે આ કવિતા કોરોના વોરિઅર્સ ની સેવા પર
શબ્દોથી ના વણવી શંકુ એમની અમુલ્ય યોગદાન ને

હું કોરોના વોરિઅર્સ ને શત શત નમન કરું છું.

- ચૌધરી જીગર

Gujarati Poem by Jigar Chaudhari : 111431901

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now