સાંભળવું હતું આંતરમનનું ગાન,
માણવું હતું એને હૃદયતલથી...
માંગી'તી ઈશ્વર પાસે શ્રવણેન્દ્રિય,
એણે તો આપી દીધી પંચેન્દ્રિય!
જરૂરિયાતથી મળી ગયું વધુ કદાચ,
એટલે જ ઇન્દ્રિયોએ કાબુ ગુમાવ્યો?
ઇશ્વરે કર્યો સ્પષ્ટ સંદેશ માનવને,
અંતિમ લક્ષ્ય હોવું ઘટે સ્પષ્ટ...
સાંભળ ગાન નિજ અંતરમનનું,
ને સુણ માનવતાનો અક્ષયનાદ.
થઈ જા સપાટ અંતિમ પ્રયાણ માટે,
એ ક્યારે, કયા રૂપે આવશે એ તુજથી અજાણ!?
#સાંભળવુ

Gujarati Poem by દીપા : 111429578

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now