#મા
હા એ જ મમ્મી જે

ભૂખ્યા ગગલા ને
ચમચી વડે ખવડાવતી હોય...
તરસ્યા મુખડા ને
ટબૂડિ વડે ભૂ પીવડાવતી હોય...
ટપકતી લાળ ને
તેનાં હાથ વડે લુંછ્તી હોય...
કોરા વાળ ને
તેલની કૂણી હથેળી ફેરવતી હોય...
ધૂળવાળી આંગળી ને
થામી ચાલતા શીખવાડતી હોય...
રિસાયેલા ગગલા ને
માન સસ્તા કરી મનાવતી હોય...
પોતાના ખોળા માં માથું લઈ ને
સાચા,ખોટાં ની સમજણ વરસાવતી હોય...
સુઈ ગયા પછી ઉઘાડા ડિલ ને
હસતાં મુખે ઓઢાળતી હોય...
અરે રે...
લખતા ન આવડે તો ખિંજાતી
પાછાં વળી આપણાં નખરા તો મણ મણ નાં
જે ઉપડે નય તો પાછી ખિંજાય.
તો પણ
કૉલેજ કે સ્કુલ થી આવીને પહેલો શબ્દ
મમ્મી.....
મમ્મી......ક્યાં ગઈ

Gujarati Blog by Nidhu : 111429361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now