#માતૃ દિવસ

" મા "

મને ખ્યાલ છે કે
જ્યારે મારો જન્મ થયો
ત્યારે સૌથી વધારે તું ખુશ હતી ' મા ' ,
મારા સુંદર ભવિષ્ય માટે
મારી દરેક ક્ષણ સુખદ બને
મારા સારા ઉછેર માટે તે શું નથી કર્યું ' મા ' ,
યાદ છે મને એ દિવસો
નાની નાની વાતમાં હું જૂઠું બોલતો
પપ્પાના વેણ અને માર થી બચાવવા માટે
તું મને તારા પાલવમાં સંતાડતી ' મા ' ,
ઘણી વાર મારું વર્તન ખુબ જ ખરાબ
છતાં લાડકોડથી મને ખવડાવતી ' મા ' ,
ઘણા બધા કામ તને અણગમતા કર્યા
તોય માથે હાથ ફેરવીને તું સુવડાવતી ' મા ' ,
મને હજુ પણ યાદ છે કે
મે કરેલું અણછાજતું કામ
પછી નિરાશા ના સમુંદરમાં ડૂબી ગયેલો હું
ઘરના સૌ મને સંભળાવવામાં લાગી ગયા હતા
પરંતુ તે રડતા રડતા કહેલી એક વાત
મારા દીકરાની સાથે સામી છાતીએ ઉભી છે એની ' મા ' ,
હજુ પણ યાદ છે મને
કે પલંગ સાથે બાંધીને
સાવરણી થી પડેલો એ માર ' મા ' ,
એકવાર તો એવું થઈ આવેલું કે
શાને આવું કરતી હશે ' મા ' ,
આટલા વર્ષો વિત્યા ને હવે સમજાય છે
કારણ કે મારો પણ નાનો દીકરો છે ' મા ' ,
જીવનની આ ઘટમાળ
ગમે તેવા પરિવર્તન પામે
પરંતુ ક્યારેય જેમાં પરિવર્તન ના આવે
એક માત્ર જેનો પ્રેમ છે એ ' મા ' .

- સંદીપ

Gujarati Poem by Sandeep Patel : 111428784
Shefali 4 years ago

ખૂબ જ સુંદર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now