આમ તો જીંદગી ,જીંદગી માં ઘણા માણસ જોયા,
થોડા દિલથી સાચા તો થોડા મનથી ખોટા જોયા.

તનતી થી બાંધેલા સબંધો મનથી ધોવાતા જોયા,
હસતા ચહેરાની પાછળ આંખોમાં આસું જોયા.

વસંતને માણતા વૃક્ષોને લીલાછમ ઉગતા જોયા,
ખરતા જ્યારે પાન ત્યારે પાને પાને જીવ જોયા.

અગનપંથી વાટ પર ચાલતા ગુમનામ મુસાફરો જોયા,
પ્રેમતણા દરિયામાં મોજથી ઉછળતા મોઝા જોયા.

ગગને મઢેલ કાળા ડિબાંગ વાદળોને વરસતા જોયા.
મૃત્યુના ખેલ-ખેલ રમતા રમતા "ગીરી" પડકાર જોયા.

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

Gujarati Poem by Chavda Girimalsinh Giri : 111428370

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now