વેદના


        અંતરના ઊંડાણેથી મારે કાઢવી'તી વેદના ,
        આંખોના ઉજાસ તળે દબાવી'તી વેદના ;

       હોઠોના મલકાતા હાસ્ય પાછળ છુપાવી'તી વેદના ,
       બાળપણ ની મીઠી યાદો સંગ દબાઈ'તી વેદના;

       હૃદયની લાગણીઓ સંગ ઝગમગતી'તી વેદના;
       ક્યારેક ફૂલોના છોડ સમ કરમાઈ'તી વેદના!!

       ખટપટ ના ખોળામાં રમતી'તી વેદના;
       ઉપાધિ ના ઓળામાં ભમતી'તી વેદના,

       વિરહનો વણ ઉકેલ્યો રાખે છે વેદના;
       આંખોની ભીનાશ ને તાજી રાખે છે વેદના,

       પંખીના કલરવમાં નહોતી દેખાતી વેદના;
       પણ કપાયેલા ટહુકામાં તો સમાય'તી વેદના,

       પાણી જેમ ગાળીને વાણી સંગ વર્ણવી'તી વેદના;
       પણ, ક્યાં બધાને સમજાય છે અંતર-મનની વેદના!!

       જીવનના મેઘ ધનુષ્ય માં છલકાતી'તી વેદના,
       ખુશીને વિખેરીને મનમાં મલકાતી'તી વેદના;

       આ વેદનાના બોજ તળેથી થવું'તું મારે આઝાદ;
       સુખદુઃખની ઝંઝટમાંથી છૂટવુ'તું મારે આબાદ,

       કુદરતનો અફર ને અતૂટ નિયમ કે,
       મળે છે પ્રત્યેકને સ્વ-કર્મ ફળ સમી વેદના!!

      વિનવ્યું પ્રભુને કે, કર મને આ ઝંઝાડ માંથી આઝાદ;
      કહે પ્રભુ! 'બની જા વૈષ્ણવજન છૂટી જાય આબાદ!!'

- દર્શન સોની

Gujarati Poem by DARSHAN Soni : 111425963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now