પેંગલડે પગ દઇ ચડો રે વરરાજા ।
પાછું જુઓ તો તમારા દાદા વરરાજા,
દાદાના આશિષ લઈ ચડો રે વરરાજા!

બાળપણમાં ઉત્તર ગુજરાતના ગામડામાં લગ્નોમાં સાંભળેલું. આછીપાતળી બે લીટી જ યાદ છે.
કોઇને આવડતું હોય( જો કે સંભાવના ઓછી છે) તો જરુર લખે.
વર્ષા શાહ


#વરરાજો

Gujarati Folk by Varsha Shah : 111425423
Varsha Shah 4 years ago

ખૂબ સરસ ભાવેશભાઇ! અભિવ્યક્તિ 👌

Bhavesh 4 years ago

તમે જે કહો એ શબ્દો તો નથી છતાં શેર કરુ છુ જુની વાતો સંસ્મરણ કરવા

Bhavesh 4 years ago

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા  ઉત્તમકુળની છે કન્યા વરરાજા… હાથ o  દીકરી ઉછેરી રૂડી રીતે વરરાજા, શિખામણ ભેળી આપી સાથે વરરાજ… હાથ o વિયોગ વેઠ્યો નથી કદીયે વરરાજા આજ વિયોગ અમને સાલે વરરાજા… હાથ o સંપી રહેજો સંસારે શાણા વરકન્યા ! સુખદુ:ખમાં ભાગ લેજો વ્હાલા વરકન્યા… હાથ o અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા, અમ ઘરનું મૂલ તમને સોંપ્યું વરરાજા… હાથ o ઈંદ્ર-ઈંદ્રાણી જેવા શોભો વરકન્યા, રાધા ને કૃષ્ણ જેવા દીપો વરકન્યા… હાથ o

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now