નાચતી કુદતી ઢીંગલી આજે,
સજી રહી છે સાજન કાજે.

કાજલ સજાવ્યું શમણાંનું આંખે,
ઉડવાને જાશે સપનાની પાંખે.

મહેંદી લગાવી કલ્પનાની હાથે,
સિંદૂર લગાવશે વરરાજા માથે.

કરવી પડશે વિદાય જાનૈયા સાથે,
રહી જશે પછી એકલતા મારા ખાતે.

શુનું થઈ જાશે ઘર મારુ કોના વાંકે,
જગત નો વરવો છે નિયમ દીકરી ઘર માં કોણ રાખે.


#વરરાજો

Gujarati Poem by Rathod Niral : 111425402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now