દિલ કો દેખો ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂંટા.
દિલ સચ્ચા ઓર ચહેરા ઝુટા
ભલે ઉપર ની પંક્તિઓ સચ્ચાઈ બયાન કરતી હોય પણ મોટાભાગ ના લોકો ચહેરો જ જુવે છે અને ચહેરા પરથીજ લોકો ને જજ કરે છે.ખાસ કરી ને 50 વર્ષે ની ઉંમરના થાય ત્યાં લગી સુંદરતા પ્રત્યે આકર્ષણ રહેજ છે ને એ પ્રાકૃતિક પણ છે.મારી એક સહકર્મચારી બહેન હમેશા કહે છે કે સુંદર સ્ત્રી નું કામ આ પુરુષપ્રધાન સમાજ માં અડધું આસન થઈ જાય છે કંપેર ટુ એવરેજ લૂકિંગ વુમન.
અલબત્ત ફકત પુરુષો પર ઇલઝામ લગાડવું નાઇન્સાફી હશે સ્ત્રીઓ પણ આ બાબત માં પાછળ નથી. ચીકણો ચહેરો ધરાવતા છોકરા પાછળ ઘેલી થતી કન્યાઓ નો તોટો નથી
જિંદગી ની સાચી સમજ આવે ત્યારે ઉપર લખેલી પંક્તિઓ સમજાય છે પણ તે વખતે પસ્તાવા નો સમય બાકી રહ્યો હોતો નથી
હિન્દી ફિલ્મો નો પણ ખૂબ મોટો ફાળો છે આમા, આપની ફિલ્મો ના હીરો હીરોઇન ચોકલેટી ચહેરા ધરાવે ને બધા સદગુણ એમના માં હોય છે.એકે દુર્ગુણ નહીં પણ વિલન બિચારો કદરૂપો ને દુર્ગુણ સંપન્નજ હોય.આથી આપણા ભારતીય સમાજ માં કોઈ કદરૂપા કે કરડા ચહેરાવાળા ને જોઈ તરત અંદરોઅંદર ઘૂસપુસ શરું થઈ જાય છે કે પેલા ને જોયો કેવો વિલન જેવો દેખાય છે.
#ચહેરો

Gujarati Thought by Mushtaq Mohamed Kazi : 111422343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now