મને અત્યારની ફાસ્ટ ડાયનેમિક કમ્ફર્ટેબલ ઓનેસ્ટ અનએક્સપેક્ટેડ લવેબલ જનરેશન વધુ ગમે છે. જી હા, આ બધા ગુણો આજની યુવાપેઢીમાં હોય તે વાસ્તવિકતા માનવામાં આવશે નહીં પણ આ જ વાતનો સહજપણે સ્વીકાર કરવો પડશે.
અત્યારની પેઢી માનતી નથી, કે યંગ જનરેશનમાં નાનામોટાનો રીસ્પેક્ટ નથી, આજના મોર્ડન ચાઈલ્ડને સ્વતંત્રતા જોઈએ છે. યસ, આજે મોટાભાગના લોકોની આવી ફરિયાદ હોય છે. પણ તેની પાછળનું કારણ ક્યારેય વિચાર્યું છે ખરું? યંગસ્ટર્સને સારું લગાડવમાં નહીં પણ સાચું કહેવામાં રસ છે પછી ભલે તે વડીલો હોય તો પણ ખોટું થતું ચલાવી લેશે નહીં. પોતાના વિચારો અભિપ્રાય રજૂ કરે કારણ કે લોકો-સમાજ શું વાતો કરે કે બોલે તેની ચિંતા નથી એટલે જ તે પારદર્શી અને તટસ્થ છે. જે મનમાં હોય તે જ તે જીવનમાં આપનાવે છે, મન મોજી અને ધૂની છે. બીજાને સારું દેખાડવામાં નહીં પરંતુ પોતાને સારું જીવવું હોય છે માટે અન્ય સાથે કમ્પેરિઝન ઓછી કરી સ્વકેન્દ્રી સ્વમાની બને છે. ભવિષ્ય માટે વધુ ભેગું નથી કરવું તેને તો બસ આવશ્યક વસ્તુની જ જરૂરિયાતથી સંતોષ છે. હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્ક થકી બૉડીની સ્ટેમીના બચાવે છે. તે નાનામોટા બધાંને બિન્દાસ પ્રેમ કરી તેની સંભાળ લે નિઃસ્વાર્થ ભાવે. વસ્તુ કે વ્યક્તિની આદત વગર કમ્ફર્ટેબલ રહે છે તે આમ જોઈએ તો ફલેક્સિબલ છે.
આજના યંગીસ્તાન પાસે ઘણું શિખવા જેવું છે તે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે વિગ્રહ વગર ખુમારીથી જીવે છે. જે કાલની ચિંતા કરી આજની મોજને બગાડવા નહીં માંગતો માટે જ ભવિષ્યનું વિચાર્યા વગર વર્તમાનને મનભરી જીવવું.
-દર્શના ભવ્ય રાવલ

Gujarati Thought by Darshana Bhavya Raval(Gosai : 111422085

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now