નમન

શબ્દો નાં સરોવરમાંથી, મોતી ના અક્ષર વીણું છું.
હે ગુરુ!  હું તો તારા નામની કવિતા લખું છું. 
            
                       હે ગુરુ હું તો તમને નમન કરું છું. ...

સંગીત ના સાત સુરો જેવું તમારું જ્ઞાન છે.
અમે તો વીણાના એક તાર છીયે.

                      હે ગુરુ હું તો તમને નમન કરું છું. ...

મેઘધનુષ્યના રંગોમાં છવાયેલું તમારું જ્ઞાન છે.
અમે તો સાત રંગો એક જ રંગ છીયે.

                       હે ગુરુ હું તો તમને નમન કરું છું. ...

નદીની જેમ વહેતું તમારું જ્ઞાન છે.
અમે તો માત્ર એક નાનું ઝરણું છીયે.

                       હે ગુરુ હું તો તમને નમન કરું છું. ...

અખંડ દીવાની જેમ રોશની આપતું તમારું જ્ઞાન છે.
અમે તો માત્ર એક નાનો દીવો છીયે.

                      હે ગુરુ હું તો તમને નમન કરું છું. ...

મોતીના માળા રુપી કવિતા લખું છું.
હે ગુરુ હું તો તારા નામની કવિતા લખું છું.

                       હે ગુરુ હું તો તમને નમન કરું છું. ...

શબ્દો નાં સરોવરમાંથી મોતીના અક્ષર વીણું છું.
હે ગુરુ! હું તો તારા નામની કવિતા લખું છું.

                       હે ગુરુ હું તો તમને નમન કરું છું. ...



"નમન", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Gujarati Poem by Jigar Chaudhari : 111421874

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now