#અનુભવવું
જો અનુભવી શકે તો કરજે અનુભવ,
એ ગાંધારીનો જે નેત્ર હોવા છતાં નેત્રહીન હતી.

જો અનુભવી શકે તો કરજે અનુભવ,
એ રાજા દશરથના સિદ્ધાંત ની મજબૂરી નો,
જે હતો "પ્રાણ જાય પર વચન ન જાય"

જો અનુભવી શકે તો કરજે અનુભવ
એ એકલવ્યનો જેણે ગુરુદક્ષિણા માં આપ્યો અંગુઠો.

જો અનુભવી શકે તો કરજે અનુભવ,
એ સીતા નું જેણે આપી અગ્નિ પરીક્ષા.

જો અનુભવી શકે તો કરજે અનુભવ એ દર્દ નો.
એ ડોક્ટર અને સૈનિકો નો જે પોતાનું સર્વસ ભુલાવી ઉભા તારી રક્ષા કાજે કોરોના સમ સંકટ માં.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111421754

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now