તું આવજે એક દિવસ સાથે મારી,
તને લઈ જઈશ એક એવી જગ્યા,
મળીશ તું તારી જ પરછાઈને,
જેની સાથે હું વાતો કરું છું બેપનાહ,

અજીબ છે કહાની તારી,
બેકારમાં જ ગુંચવાયેલી રહે છે,
આટલો પાગલ હું હવે થયો! કે પહેલા થી જ આવો હતો,
આ પહેલીઓ પણ કેવી છે!,

છે ખામોશી હવે બધેજ નથી શોર કોઈ સંભળાતો,
ભૂલી ગયો છું એ કિસ્સાઓ મારાં હવે નથી કોઈ એ યાદ કરાવતું,

બસ યાદો છે જે બાકી છે એ ક્યારેક ક્યારેક યાદ આવે છે,
ચાલતી ચાલતી કહાની મારી પછી એકદમ જ રોકાય જાય છે,

ખુબસુરત એવો એક ચહેરો જેને જોયો હતો આ આંખોએ,
ધૂંધળી ધૂંધળી આજે પણ એ તસ્વીર નજર આવે છે,

મારી સવાર ઉલ્લેખ કરે છે તારો,
મારી રાતો સંભળાવે છે કહાની તારી,
હું જવા નથી માંગતો ત્યાં એ જાણી જોઈને લઈ જાય છે,

હવે મળવાં માટે બાકી શું રહ્યું તને,
એટલાં માટે શાયદ તારી યાદો પણ અધૂરી રહી જાય છે,

તું આવજે એક દિવસ સાથે મારી,
તને લઈ જઈશ એક એવી જગ્યા,
મળીશ તું તારી જ પરછાઈને,
જેની સાથે હું વાતો કરું છું બેપનાહ...

આવજે એક દિવસ સાથે મારી, તું આવજે....

Gujarati Poem by RaviKumar Aghera : 111420791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now