આદમ અને ઇવ
_______________

ઇશ્વરે જ્યારે પૃથ્વી, સમુદ્ર, પશુ-પક્ષીઓ બનાવ્યા ત્યારે તેમને થાયુ કે આ બધાની સંભાળ રાખવા માટે કોઇક હોવુ જોઇએ, તેથી તેમણે માટીનો માનવ આકાર ઘડ્યો અને તેના નસકોરામાં ફુંક મારી તેને સજીવન બનાવ્યો. આ રીતે જગતમાં પ્રથમ માનવ આદમની ઉત્પતી થઇ. પછી ઇશ્વરે જોયુ તો દરેક જીવ જોડીમાં હતો તેથી તેમણે આદમને સાથ આપવા માટે હવાને બનાવી. કહેવાય છે કે તેનુ સર્જન આદમની એક પાંસળી માંથી થયું હતું.
(ઇશ્વરે) એડન વાડી બાનાવી હતી તેમાં દરેકે દરેક પશુ-પક્ષી, જીવ-જંતુ હતા અને આદમ-હવા તેમનુ સંચાલન કરતા હતાં. આ એડન વાડીની રક્ષા માટે તેના શ્રેષ્ઠ સ્વર્ગ દુત લુસીફર ને રાખ્યો હતો, જે પાછળ જતા શેતાન બની ગયો.
જયારે આદમ અને હવા સ્વર્ગમાં રહેતા હતા ત્યારે તેમને બધું ખાવાની છૂટ હતી પણ સફરજન જેવુ જ્ઞાનનું ફળ ખાવાની મનાઈ હતી. પણ શેતાને આવીને તેમને તે ફળ ખાવા માટે લલચાવ્યા અને તેઓએ તે ફળ ખાઈ લીધું જેથી ઇશ્વર તેમનાથી નારાજ થઇ ગયા અને પૃથ્વી ઉપર ફેંકી દીધા.
આદમના સંતાનો હોવાથી માણસને આદમી કહેવામા આવે છે.
(આદમ અને ઇવ - વિકિપિડિયા પર થી સાભાર)
**********
પુરુષ અને સ્ત્રી થકી આ જગત ના પ્રાકૃતિક ગતિના સંચાલન મા ભાગીદાર થવાનું અનાદિ કાળ થી ચાલે છે... અને ચાલતું રહેશે.
પણ ઉપર મુજબ પુરુષ હોય કે સ્ત્રી, કુતૂહલ અને જે અંગે વિરોધ હોય તેજ કરવાની વૃત્તિ ને શેતાન તમને ઉશ્કેરતો હોય છે.
જ્ઞાન ફળ ને કારણે, માણસ માં... ભેદ, ઇર્ષા, ગુસ્સો, મારું તારું,.. ની સમજ આવી....
અને ઇશ્વર આદેશ ના ઉલ્લંધન ની સજા બધા ભોગવીએ છે.
શેખાદમ આબૂવાલા નો શેર યાદ આવે છે

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
આ જિન્દગી ની માવજત આદમથી શેખાદમ સુધી.
અસ્તુ.......
******
દિનેશ પરમાર 'નજર '
૦૧ - ૦૫ - ૨૦૨૦

Gujarati Thought by DINESHKUMAR PARMAR NAJAR : 111418889

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now