આકાશમાં હવાના જોરે વિશ્વના જાત જાતના રંગ બેરંગી પતંગો ઉડી રહ્યા છે...
એક મોટી, કાતિલ, ક્રૂર, પાશવી દેખાતી વિશાળ ધાજ,
કે
જેના પર ડ્રેગન નું સિમ્બોલ છે....
તેની ખૂની ચાઈનીઝ દોરી....
ખબર ના પડી તેમ..
લાખો પતંગો ની હવા બગાડી ગઈ...
કપાયેલા... અનેક પતંગ પાનખર ના પર્ણવિહિ‌ન વૃક્ષોની સોય જેવી ડાળિયોના,
કરોળિયા ની જાળ જેવા ભરડામાં ભરાઈ....રહ્યા...
કેટલાય પતંગો છટકવા માટે જેમ તરફડિયા મારતા ગયા તેમ તેમ ખૂટી ગયેલા શ્ર્વાસોમાં....
ડાળીઓ ની તેજ અણિઓથી, અનેક છિદ્રો માં... વીંધાઈ.... પોતાનું નિજી અસ્તિત્વ ગુમાવી રહ્યા....
તો કેટલાક પતંગો ને
ડાળીઓના ભરડા માં થી છટકવા હવા કામ આવી રહી ....
હજુ અભિમાન માં
ઊંચે ને ઊંચે ઉડતી કાતિલ ધાજ ને
એ ખબર નથી કે....
અત્યારે તું જે હવા પર સવાર થઈ ત્રાસ વરસાવે છે...
એ હવા જ જ્યારે તારી હવા બગાડી દેશે ..........
ત્યારે તું -
ઉંધા માથે, હારેલા દુશ્મન ની જેમ ધરતી પર પટકાઈ
અસ્તિત્વ ગુમાવી દઈશ....
જગત ની હવા પર પ્રાકૃતિક ઈશ્વર સિવાય કોઈનો ઇજારો નથી..
પણ તે વાસ્તવિકતા જ્યારે, ધાજ ને સમજાશે ત્યારે....
ઘણું મોડું થઈ ગયું હશે..........
હવે તો જગતમાં,
માનવ સિવાય ના દરેક ચેતન તત્વો.....
આપણી જાળ માં ફસાઈ, આપણને..
રીબાતા જોઈ હસી રહ્યા હોય એવું લાગી રહ્યું છે...
અસ્તુ....
*****************************
દિનેશ પરમાર 'નજર '
૦૨ - ૦૫ - ૨૦૨૦

Gujarati Quotes by DINESHKUMAR PARMAR NAJAR : 111418886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now