#ગુજરાત_સ્થાપના_દિવસ #ગુજરાતી

ગુજરાત સ્થાપના દિવસ


જ્યાં કેસરી સાવજ ની ત્રાડું સંભળાતી
ને ગરવો ગિરનાર ની એ શિખરો દોડતી

સુરતી કચ્છી ઝાલાવડી કે કાઠિયાવાડ ની કેડી
અનોખે એક થઈ ભાષા મીઠડી એ બોલતી

રંગમંચ, કળા ને સાહિત્ય ની એ વિદ્યાનગરી
નર્મદ નરસિંહ ને અખા ના છપ્પા ને વાંચતી

વાવ કુવા ને કિલ્લા ની અનોખી સ્મૃતિ ઉપજાવતી
ભેખડ પાણા રેતી કે દરિયો બધું જ એકમા સમાવતી

શંકર હનુમાન ગણપતિ કે ડાકોર ના રણછોડરાઈ ની ઝાંખી
ગુરુદ્વાર મસ્જિદ કે દેરાસર ની વળી એમાં લાઈનો અનોખી

આવો તમને દેખાડું મારા ગુજરાત ની એ મોંઘેરી પાઘડી
જ્યાં મહેમાન લાગે એમને ભગવાન સમો એ રજવાડી ઓસરી

Gujarati Poem by કલમ ના સથવારે : 111417897

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now