ગરવા ગઢ ગિરનારમાં, નિવાસસ્થાન છે સાધુ સંતોનાં,
પરચા  આપી  અનેકવિધ, પૂર્યા  મનનાં કોડ ‌ કરોડોનાં,
                    વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

જલેબી ગાંઠીયાની મોજ માણી, થાય છે કેટલાંય ખુશ
નવરાત્રીએ  ગરબે  ઘુમીને, કરે છે સૌ આનંદ  ઉલ્લાસ,
                      વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

લોકોની  રક્ષા  કાજે,  કાનુડાએ  ધારણ  કર્યો ગિરનાર,
જ્યાં  નામ  પડ્યું તેનું, રક્ષા  કરનાર એકમાત્ર ગિરિધર,
                      વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

જ્યાં  નિવાસ  છે,  તેત્રીસ  કરોડ  દેવી   દેવતાઓનો,
આભાસ  થાય  છે,  આપણી   અમૂલ્ય   સંસ્કૃતિનો
                     વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

એનું  વર્ણન  કરવાં  બેસું  તો, મારાં  શબ્દો પણ ખૂંટે,
આ ધરતી પર જીવવા  માટે, લોકોને  જીવન પણ ઘટે,
         ‌‌            વાત કરું એવી પાવન ધરા ગુજરાતની

જય જય ગરવી ગુજરાત

Gujarati Blog by Sujal B. Patel : 111417713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now