રિશી કપૂરને ફિલ્માંજલી.💐

પિતા શ્રી 420 હતાં તો દીકરાએ પણ કહી દીધું કે મારું નામ પણ જોકર છે. ટીનએજમાં જ બોબીનાં પ્રેમમાં પડેલો એ યુવક કોઈ રાજાની માફક જીંદા દિલ બનીને રહ્યો. મુશ્કેલીઓ આવી તો ખેલ ખેલમાં રફુચક્કર પણ થઈ ગયો. કભી-કભી એનાં હૃદયમાં પ્રેમમાં એવું બારુદ પેદા થતું કે લોકો એની લવસ્ટોરીને લેલા મજનુ સાથે સરખવતાં. ફિલ્મ લાઈનનો દરેક દૂસરા આદમી એની એક્ટિંગની મજાક ઉડાવતાં કહેતો કે જોવો ચાલ્યો મુરારી હીરો બનવા.

છતાં આ અકબરે પોતાની એક્ટિંગથી નયા દૌરની શરૂવાત કરી. પત્ની નિતુ સાથે નાં સંબંધમાં ક્યારેક કોઈ વો આવી જ નહીં. નસીબનાં જોરે બૉલીવુડનું બાકી રહેલું કર્ઝ ઉતારતાં રિશીએ ખૂબ જ ધન દોલત મેળવીને ઝમાનાને દેખાડી દીધું કે એ આ દુનિયામાં આન અને શાનથી જીવશે. ફિલ્મોને પ્રેમ કરવાના એનાં રોગે દર્શકો સાથે એનો પ્રેમ યોગ કર્યો જેને આગળ જતાં એક પ્રેમ ગ્રંથ બની ગયો. ફિલ્મ લાઈનમાં ઘણાં રાહી બદલાઈ ગયાં છતાં આ નગીના સમાન એક્ટર ક્યારેય ખુદગર્ઝના થયો.

ક્યારેય વિવેચકોનાં પ્રેમનાં કાબીલ નહીં થનારાં આ એક્ટરે વિજય મેળવવા પોતાનાં એક્ટિંગને હથિયાર બનાવી. આખરે વિવેચકોની નિગાહોમાં પણ રિશીએ કપૂર ઘરાનાનું નામ રોશન કરી બતાવ્યું. વર્ષો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહ્યાં બાદ આ શેરદિલ માણસની આત્મખોજ પુરી થઈ અને ઘરમાં એવોર્ડ શેષનાગનાં મણિની જેમ ચમકી ઊઠ્યાં.
પોતાનાં સાથી કલાકારોની નિવૃત્તિ પછી પણ રિશી એક અજુબાની માફક એક્ટિંગની રણભૂમિમાં પોતાની કલાકારીથી હીના જેવી સુગંધ પ્રસરાવતો રહ્યો. પોતાનાં પિતા જેવો એક્ટર ના બનવાની કસક હોવાં છતાં એને દિવાનાની જેમ કપૂર એન્ડ સન્સને જોડી રાખ્યાં જેને જોઈ દુનિયા બોલી ઉઠતી કે રિશ્તા હો તો ઐસા!

આ અનમોલ એક્ટરે પોતાની જવાનીનાં આખરી દિવસોમાં ઈજ્જતની રોટી કમાવવા પર ધ્યાન આપીને કપૂર ખાનદાનની ઘરની ઈજ્જતનું માન રાખ્યું. પોતાની પત્ની સાથેનાં સંબંધોમાં ક્યારેય દરાર ના આવી અને એ સાજનની બાહોમાં હાથ નાંખીને જુહુ બીચ પર ફરતો રહ્યો. જવાનીને વિદાય આપ્યાં બાદ એ રાજુચાચા પણ બન્યો અને તેહઝીબ સાથે એક્ટિંગ માટે એ એવી રીતે ફના થતો કે જોનારા બોલી જતાં યે હૈ જલવા.

લંડનમાં નમસ્તે બોલનારા અને ભારતમાં ઓમ શાંતિ ઓમ બોલનારા આ ચીંટુજી માટે દર્શકોને લવ આજે પણ છે અને કાલે પણ રહેશે. જબ તક જાન હતી ત્યાં સુધી એક્ટિંગનાં અગ્નિપથ પર ચાલનારાં આ એક્ટરની ફિલ્મો તો હાઉસફુલ રહેતી જ પણ જેમ પંજાબીઓ રાજમા ચાવલને પ્રેમ કરે એવો પ્રેમ પણ મળતો. છેલ્લે છેલ્લે એને ચશ્મે બદદુર બની બેશર્મી વટાવી એવી બેવકુફિયા કરી કે લોકો હસીને બેવડ વળી ગયાં. 102 વર્ષે પણ હું નોટઆઉટ રહીશ એવું કહેનારો રિશી જુઠા કહી કા હતો એટલે તો એ આપણને છોડીને ચાલ્યો ગયો; લિવિંગ લેજન્ડમાંથી ધ બોડી બની ગયો.

મનમોહક સ્મિત અને ફિલ્મોમાં સ્ટેજ પર કરવામાં આવેલાં ડાન્સ કે સિગિંગ પફોર્મન્સમાં જેનો કોઈ મુકાબલો નથી એવાં રિશી કપૂરની આત્માને સદગતિ મળે એવી પ્રભુને અંતઃકરણથી પ્રાર્થના.

-જતીન.આર.પટેલ

Gujarati Whatsapp-Status by Jatin.R.patel : 111416171
Krishna 4 years ago

RIP🙏🙏🙏

Hetal 4 years ago

waah khub j sars ane sachu lakhyu chhe aek j lakhan ma sir ni badhi j vat kahi didhi chhe tame

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now