ઈરફાન ખાનને મારાં વતી આ નાનકડી ફિલ્માંજલી.💐💐

એક વ્યક્તિ હતો, નામ ઈરફાન ખાન. આજથી બત્રીસ વર્ષ પહેલાં એને મુંબઈમાં આવીને 'સલામ બોમ્બે' કર્યું. ત્યારબાદ 'દ્રષ્ટિ' ગુમાવતા ગુમાવતા એને બોલિવુડને કહ્યું 'મુજસે દોસ્તી કરોગે'. એ એક એવો 'પુરુષ' હતો જેને 'વોરિયર' બનવું હતું, પણ એનો 'કસુર' એટલો કે એ જૂની 'પ્રથા' ને બદલવા માંગતો હતો.

એનાં આટઆટલા 'ગુનાહ' છતાં એને બોલિવુડમાં એનું ઈચ્છિત સ્થાન 'હાસિલ' થયું. આ સાથે જ નસીબ આડેની બધી 'ધૂંધ' હટી ગઈ. 'ફૂટપાથ' ઉપર ચાલતાં આ ''મકબૂલ'ને 'ધ બાયપાસ રોડ' ઉપર 'ચરસ' અને 'ચોકલેટ' ની આદત પડી ગઈ. આખરે એનો આ 'રોગ' એને 'કિલર' બનાવવાનું કામ કરી ગયો, આમ છતાં એ ગર્વથી કહેતો આ જ છે દોસ્ત 'લાઈફ ઈન અ મેટ્રો'.

મન્ડે ટુ 'સન્ડે' કામ કરનાર આ 'ક્રેઝી 4' માણસે 'મુંબઈ મેરી જાન' સ્વીકારી લીધું. છતાં આ 'સલ્મડોગ ને મિલેનીયર' થવું હતું કારણ કે એનું 'દિલ કબ્બડી' કરતું અને મનમાં 'એસિડ ફેક્ટરી' હોય એટલી આગ હતી. એ કહેતો કે મારે 'ન્યુયોર્ક' જવું છે કેમકે 'આઈ લવ ન્યુયોર્ક'. એ કહેતો કે હું 'રાઈટ યા રોંગ' હોઇશ પણ ક્યારેય 'નોક આઉટ' નહીં જ થાઉં. 'આ સાલી જીંદગી'ને પણ એ હંમેશા 'થેંક્યું' કહેતો.

એની ઈચ્છા હતી કે એને 'સાહેબ સમજીને એની બીવી' એનાં માટે ક્યારેક તો 'લંચબોક્સ' બનાવે. ભલે જીવનમાં બધે 'ગુંડા' જ ભટકાયા છતાં એની 'તલવાર'ની ધાર નો 'કિસ્સો' લોકો આજે પણ યાદ કરે છે. આ 'મદારી'ને 'પાનસિંહ તોમર'ની માફક દોડવાનો એવો ચસકો હતો કે એ 'હિંદી મીડિયમ'માંથી 'અંગેજી મીડીયમ' સુધી પહોંચી ગયો.

પોતાનાં ફેસ એક્સપ્રેશનની દ્રશ્યનું વર્ણન અને આંખોથી ડાયલોગ બોલવાની ગજબની કાબેલિયત ધરાવતાં ઈરફાન ખાનની આત્માને અલ્લાહ જન્નત બક્ષે એવી દુવા.

-જતીન.આર.પટેલ

Gujarati News by Jatin.R.patel : 111415451
Krishna 4 years ago

Bhav purna Shraddhanjli 🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now