રજૂઆત
લગાગા4

પહેલી નજરથી શરૂઆત થઇ છે,
ઈશારા કરી ને બધી વાત થઇ છે,

વહેલી પરોઢે નિહાળ્યા છે તમને,
નયનના નજારે ઘણી વાત થઇ છે

અગાશી ઉપરથી ચિઠ્ઠીએ લખીને
તમારા પ્રણયની રજૂઆત થઇ છે,

સતત એ જ જોયાં કરું છું હવે તો,
અને મૌન માં પણ ખરેખાત થઇ છે,

મહોબત જણાવી રહ્યા છો તમે તો
અમારા પ્રણયની કબૂલાત થઇ છે,

સહારો હવે આપનો છે પ્રકટતો,
વમળને તમારી અમીરાત થઇ છે,

@વિજય પ્રજાપતિ વમળ

#ગઝલ #છંદ #મુત્કારીબ #ગુજરાતી #કવિતા

Gujarati Poem by Vijay Prajapati : 111412317

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now