આયનામાં જ્યારે પણ જોઉં છું ત્યારે એક જિજ્ઞાસા થાય છે...
કે આ આંખના પડળની નીચે ન જાણે હજી કેટલા પડળ બાકી છે...??
મન પોલાણની ભીતર રહે છે જ્યાં એ જિજ્ઞાસા...
એ મારી અતૃપ્ત જ્ઞાનપિપાસા...
એ રહેઠાણને જાણવાની જિજ્ઞાસા છે...
કે એના ઉત્તરના સગડ હજી બાકી છે...
હે જિજ્ઞાસા તારા કેટલા પરદા છે..??
તને બેપરદા કરવા ન જાણે હજી કેટલા પડળ બાકી છે...
એનાય સગડ શોધવા હજી બાકી છે...
બસ આમ બાકી છે..બધું જ હજી બાકી છે..

#એક #જિજ્ઞાસુ #અંતરમન #ની #સફરે ...

Gujarati Poem by nirav kruplani : 111411379

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now