સત્યજિત રે....
______________________________________

બંગાળના પાટનગર કલકત્તામાં ૨ જી મે ૧૯૨૧ ના રોજ, સંગીત, સાહિત્ય નું વાતાવરણ ધરાવતા,
સંસ્કારી કુટુંબ માં જન્મેલા....સત્યજિત રે
ના નામ અને કામ વિશે કોને માહિતી ન હોય?
બંગાળ ની પ્રાદેશિક ફિલ્મ્સ દ્વારા સમગ્ર, દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરનાર સત્યજિત રે એ
બંગાળી ઉપરાંત હિન્દી ફિલ્મ પણ બનાવી હતી.
તેઓ ના ટેલેન્ટ ની વાત કરીએ તો, તેઓ નિર્માતા, સ્ટોરી રાઇટેર, ડિરેક્ટર, કવિ, સંગીતકાર.... ઉપરાંત તેઓ કેલીગ્રાફી અને ઈલ્યુંસ્ટ્રેસન પણ સારી રીતે કરી શકતા હતા.
ખુબ ઉંચી ત્થા બારીક વિચાર-દ્રષ્ટિ ધરાવતા તેઓ એ
 • પાથેર પાંચાલી
 •  અપૂર સંસાર
 •  અપરાજીતો
 •  ચારુલત્તા
 •  મહાનગર
 •  શતરંજ કે ખિલાડી
 •  ગોપી ગાયેન બાઘા બાયેન
 •  પ્રતિદ્વંધી
જેવી ખુબ પ્રચલિત ફિલ્મો બનાવેલી...
સત્યજિત રે એ પોતાના જીવન માં ફિલ્મો દ્વારા, કરેલી સમાજસેવા અને તેમના યોગદાન બદલ, વિવિધ સંસ્થાઓ દ્વારા અને સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ.
તેમના દ્વારા નિર્દેશિત કરવામાં આવેલ ફિલ્મો પૈકી ગીત, સંગીત, વાર્તા, નિર્દેશન વિગેરે માટે ૧૪૬ અવોર્ડ માટે નોમિનેટ થઈ હતી જ્યારે ૧૩૬ જેટલા એવાર્ડ જીત્યા હતા.
તેમનું દાદા સાહેબ ફાળકે અવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્થા શ્રી સરકાર દ્વારા તેમને ઉચ્ચત્તમ ભારત રત્ન એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા હતા.
( મેં નાનપણ માં તેમના વિશે વાંચેલી વાત યાદ આવે છે)
તે મુજબ કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તેમને ઓટોગ્રાફ સાથે સ્વહસ્તે લખી આપેલ કાવ્ય મુજબ, પોતાની અંદર ઝળહળતી જ્યોતના અજવાળે, આજુબાજુની વાસ્તવિક પરિસ્થિતિ ની કરુણાના સૌંદર્ય ને, ઉજાગર કરી જીવન જીવ્યા. અને પોતાને કવિવર દ્વારા મળેલ કાવ્ય ના અર્થને સાર્થક કર્યો.....
તેઓ નાના હતા ત્યારે ખૂબ શરમાળ હતા. તેઓ તેમના માતા ની આંગળી પકડી કવિવર રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતન માં જતા.
એકવાર તેમણે માતાને ઠાકુરજી ની ઓટોગ્રાફ લેવા, તેમની પાછળ છુપાઈ ને કાન માં કહ્યું.
ઠાકુરજી ને બા એ વાત કરતા, રવિન્દ્રનાથે મંદમંદ હાસ્ય સાથે સત્યજિત ને પાસે બોલાવી પોતાની બાજુમાં હિંડોળા પર બેસાડી. બંગાળી ભાષામાં શીધ્ર કાવ્ય લખી ઓટોગ્રાફ કરી આપી.
આ કાવ્ય નો અર્થ હતો....

જગતમાં
વેરાયેલા
પહાડો... નદીઓ... નાળા... વન. જંગલ...
ઝરણા... પશુ...પંખીઓ... ના સૌંદર્ય ને
રૂબરૂ નિહાળવા... તેનો આનંદ માણવા માટે
મેં
લાખો રૃપિયા ખર્ચી નાખ્યા....
પરંતુ -
મારી નાનકડી મઢુલી ની બહાર
આંગણમાં ઉગી નીકળેલા
ઘાસ પર બાઝેલા
ઝાકળ બિન્દુ ના સૌંદર્ય ને જોઈ ના શક્યો......
------------------
આ કાવ્ય સત્યજીત રે એ, કલકત્તામાં આવેલા પોતાના ફિલ્મ સ્ટુડિયોમાં પોતાની ઓફીસમાં પોતાની ખુરશી ની સામેની દીવાલમાં , કાયમ તે જોઈ શકે તે રીતે કાચની ફ્રેમમાં મઢાવી રાખ્યું હતું.
આ મહાન હસ્તી
૨૩ એપ્રિલ ૧૯૯૨ ના રોજ કલકત્તામાં આ ફાની દુનિયા છોડીને અનંત ના પ્રવાસે ચાલી નીકળી...
આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે અંતકરણ થી વંદના....
અસ્તુ....
***********************
દિનેશ પરમાર 'નજર '
૨૩ - ૦૪ - ૨૦૨૦

Gujarati Blog by DINESHKUMAR PARMAR NAJAR : 111408362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now